

સનાતન હિંદુ ધર્મમાં ભગવાન શિવને અતિ પ્રિય શ્રાવણ માસ માનવામાં આવે છે. મઘા નક્ષત્ર અને ગુરુવાર થી શુભ . માસ ની શરૂઆત થશે.આ માસ દરમિયાન શિવપૂજા, જપ, તપ, ઉપવાસ, રુદ્રાભિષેક અને દાનનું વિશેષ મહત્વ છે. શ્રાવણ માસ માં શ્રદ્ધાપૂર્વક કરવામાં આવેલી ઉપાસનાથી મનની શાંતિ, સુખ-સમૃદ્ધિ અને આધ્યાત્મિક ઉન્નતિ પ્રાપ્ત થાય છે.
શ્રાવણ માસ :-
શરૂઆત: 13 ઓગસ્ટ 2026 (ગુરુવાર)
સમાપ્તિ: 11 સપ્ટેમ્બર 2026 (શુક્રવાર)
🕉️ શ્રાવણના સોમવાર
આ વર્ષે કુલ 4 શ્રાવણ સોમવાર છે:
- 17 ઓગસ્ટ 2026
- 24 ઓગસ્ટ 2026
- 31 ઓગસ્ટ 2026
- 7 સપ્ટેમ્બર 2026
શ્રાવણ માસનું મહત્વ:-
ભગવાન શિવની આરાધના માટે સર્વોત્તમ માસ.
શિવજી ની વિવિધ દ્રવ્યો થી પૂજા અર્ચના કરવી:-
શુધ્ધ જળ, ગંગાજળ, દૂધ, દહીં, ઘી, મધ, ખાંડ, મિશ્રી, પંચામૃત, નાળિયેરનું પાણી, શેરડીનો રસ, બિલ્વપત્ર, ધતુરાના ફૂલ, ધતુરાનું ફળ, આકડાના ફૂલ, આકડાના પાન, શમીપત્ર, ભાંગ, ચંદન, ભસ્મ (વિભૂતિ), અક્ષત, સફેદ ફૂલો, કનેરના ફૂલ, ચમેલીના ફૂલ, મોગરાના ફૂલ, કમળ, દુર્વા, ફળ, નાળિયેર, ધૂપ, દીપ, નૈવેદ્ય, ગોળ, સુગંધિત અત્તર.
આ માસમાં સાત્વિક આહાર અને સદાચારનું વિશેષ પાલન કરવું શુભ માનવામાં આવે છે.
શિવ ઉપાસના માટે કયા કયા પૂજા યજ્ઞના પ્રયોજનો કરી શકાય ?
🔸 શિવલિંગ જલાભિષેક
🔸 પંચામૃત અભિષેક
🔸 એકાદશ દ્રવ્ય અભિષેક
🔸 રુદ્રાભિષેક
🔸 લઘુરુદ્ર
🔸 મહારુદ્ર
🔸 અતિરુદ્ર મહાયજ્ઞ
🔸 પાર્થિવ શિવલિંગ પૂજન
🔸 શિવ પંચાયતન પૂજન
🔸 બિલ્વપત્ર અર્ચન
🔸 શિવ સહસ્રનામ અર્ચન
🔸 શિવ અષ્ટોત્તરશત નામાવલી અર્ચન
🔸 મહામૃત્યુંજય મંત્ર જપ અનુષ્ઠાન
🔸 પંચાક્ષરી મંત્ર જપ અનુષ્ઠાન
🔸 રુદ્રાક્ષ પૂજન અને ધારણ વિધિ
🔸 પ્રદોષ વ્રત પૂજન
🔸 સોળ સોમવાર વ્રત પૂજન
🔸 શ્રાવણ સોમવાર વિશેષ પૂજન
🔸 નવગ્રહ શાંતિ સાથે શિવપૂજન
🔸 કાલસર્પ દોષ શાંતિ
🔸 ગ્રહપીડા નિવારણ રુદ્રાભિષેક
🔸 આયુષ્ય અભિષેક
🔸 આરોગ્ય અભિષેક
🔸 સંતાનપ્રાપ્તિ પ્રયોજન
🔸 લગ્નપ્રાપ્તિ પ્રયોજન
🔸 દાંપત્ય સુખ માટે શિવ-પાર્વતી પૂજન
🔸 ધન-સમૃદ્ધિ માટે વિશેષ અભિષેક
🔸 વ્યવસાય અને રોજગાર વૃદ્ધિ માટે રુદ્રાભિષેક
🔸 ગૃહશાંતિ માટે શિવપૂજન
🔸 શિવપુરાણ પાઠ અથવા સપ્તાહ
🔸 અખંડ દીપ પ્રજ્વલન
🔸 અન્નદાન, ગૌદાન, વસ્ત્રદાન અને બ્રાહ્મણ ભોજનરુદ્રાભિષેક, મહામૃત્યુંજય જપ ,ૐ નમઃ શિવાય મંત્રના જપ વગેરે નું વિશેષ ફળ મળે છે.
પવિત્ર શ્રાવણ માસની સર્વે ભક્તજનોને ખુબ ખુબ શુભેચ્છા બધાને હર હર મહાદેવ
ભાગવતાચાર્ય
શાસ્ત્રીજી શ્રી કૃષ્ણચંદ્ર દવે (મોરબીવાળા) (સંસ્કૃત વિશારદ,જ્યોતિષ રત્નમ,સાહિત્ય શાસ્ત્રી,વાસ્તુ માર્ગદર્શક)
સંપર્ક 8000911444