


સીટી બી ડીવીઝન પોલીસ ટીમ દ્વારા પ્રોહીબીશન ગુનામાં એક વર્ષથી નાસતા ફરતા ઈસમને દબોચી લઈને કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે
મોરબી સીટી બી ડીવીઝન પોલીસ ટીમ નાસતા ફરતા આરોપીને ઝડપી લેવા પેટ્રોલિંગમાં હોય દરમિયાન સીટી બી ડીવીઝન પોલીસ મથકના પ્રોહીબીશન ગુનામાં આરોપી અબ્જ્લ ઉર્ફે અજુ જુમાભાઈ માણેક રહે ધ્રાંગધ્રા મોચીવાડ હરીપર રોડ તા. ધ્રાંગધ્રા વાળો હાલ જુના ઘૂટું રોડ સિલ્વર પાર્ક સોસાયટીના નાકા પાસે હોવાની બાતમી મળતા ટીમે સ્થળ પરથી આરોપી અબ્જ્લ માણેકને ઝડપી લઈને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે