માળિયા હળવદ હાઈવે પર માટી ભરેલું ડમ્પર પલ્ટી ગયું, હાઈવે પર એક સાઈડ બ્લોક થતા વાહનો થંભ્યા


માળિયા-હળવદ હાઈવે પરથી માટી ભરીને જતું ડમ્પર કોઈ કારણોસર પલટી મારી ગયું હતું માણાબા ગામના પાટિયા પાસે સીમ્પોલો સિરામિક નજીક માટી ભરેલું ડમ્પર પલટી ગયું હતું ડમ્પર પલટી મારી જતા માટીનો ઢગલો રોડ પર થયો હતો અને ડમ્પર પલટી મારી જતા હાઈવે પર એક સાઈડનો રોડ બ્લોક થઇ ગયો હતો જેથી વાહન વ્યવહાર થંભી જતા હાઈવે પર ટ્રાફિક સમસ્યા સર્જાઈ હતી જેથી પોલીસ ટીમો દોડી ગઈ હતી અને ટ્રાફિક ક્લીયર કરાવ્યું હતું

