ભાજપના નેતાઓએ મત માંગવા આવવું નહિ, વધુ ૨૨ ગામોમાં ભાજપ નેતાઓને પ્રવેશબંધીના બેનરો લાગ્યા



વીજલાઈન વળતર મુદે ખેડૂતો આશરે બે મહિના જેટલા સમયથી લડત ચલાવી રહ્યા છે છતાં પણ સરકાર મચક આપતી નથી ત્યારે રોષે ભરાયેલા ખેડૂતો હવે ભાજપ નેતાઓ માટે ગામમાં પ્રવેશબંધીના બેનરો લગાવી રહ્યા છે વીજલાઈનમાં ખેડૂતોની માંગણી મુજબ પરિપત્ર બનાવવામાં નહિ આવે તો આગામી વિધાનસભા ચુંટણીમાં ભાજપ ઉમેદવારોએ મત માંગવા આવવું નહિ તેવા અગાઉ ૨૯ ગામોમાં બેનરો લાગ્યા બાદ વધુ ૨૨ ગામોમાં બેનરો લાગ્યા છે

મોરબી, ટંકારા અને માળિયા તાલુકાના ૨૨ ગામોમા ૨૦૨૭ ની ચુંટણીમાં ભાજપ ઉમેદવારે ગામમાં આવવું નહિ તેવા બેનરો લાગ્યા છે જેમાં અણીયારી, જેપુર, ખાખરાળા, બરવાળા, ખાખરેચી, લુંટાવદર, પીપળીયા, વીરપરડા, મોડપર, હજનાળી, ઓમનગર (નવા ખારચીયા), ઓમનગર ખારચીયા, ડાયમંડનગર (આ.) આમરણ, બેલા (આમરણ), રાજપર (કું.) જીવાપર (આમરણ) કેરાળી, કાંતિપુર, માણેકવાડા, હરીપર (ભૂ.) અને ધ્રોલીયા એમ ૨૨ ગામોમાં પ્રવેશબંધી બેનરો જોવા મળી રહ્યા છે














