



વિશ્વ હિન્દુ પરિષદ – દુર્ગાવાહિની/માતૃશક્તિ, મોરબી જિલ્લા દ્વારા જયા પાર્વતી વ્રત જાગરણ નિમિત્તે બહેનો માટે ભવ્ય રાસ ગરબા તથા વિવિધ સ્પર્ધાત્મક રમતોનું આયોજન કરવામાં આવ્યું છે.
આ કાર્યક્રમ તા. 31 જુલાઈ, 2026 ને શુક્રવાર ના રોજ સાંજે 9:00 થી રાત્રે 12:00 વાગ્યા સુધી સતવારા જ્ઞાતિ વાડી, વાઘપરા, મોરબી ખાતે યોજાશે. કાર્યક્રમમાં પરંપરાગત રાસ ગરબા ઉપરાંત લીંબુ-ચમચી દોડ, કોથળા દોડ, સંગીત ખુરશી, ત્રણ પગી દોડ સહિત વિવિધ સ્પર્ધાત્મક રમતોનું આયોજન કરવામાં આવ્યું છે. સ્પર્ધામાં ભાગ લેનાર બહેનોને પ્રોત્સાહક ઇનામો આપવામાં આવશે.
આ કાર્યક્રમમાં ભાગ લેનાર તમામ બહેનોએ અગાઉથી પોતાનું નામ નોંધાવી રજિસ્ટ્રેશન કરાવવું ફરજિયાત રહેશે. કાર્યક્રમમાં ફક્ત બહેનો જ ભાગ લઈ શકશે તેમજ તમામ બહેનોએ ભારતીય પરંપરાગત વેશભૂષામાં ઉપસ્થિત રહેવાનું રહેશે. કાર્યક્રમ પૂર્ણ થયા બાદ તમામ માટે નાસ્તાની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. વધુ માહિતી તથા નોંધણી માટે ઉપરોક્ત આપેલ સંપર્કસૂત્ર માં સંપર્ક કરવા વિશ્વ હિન્દુ પરિષદ – દુર્ગાવાહિની/માતૃશક્તિ, મોરબી જિલ્લા દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.