



ત્રાજપર ખારી વિસ્તારની રહેવાસી ૪૨ વર્ષીય પરિણીતાની તબિયત બગડતા હોસ્પિટલ ખસેડાઈ હતી જોકે સારવાર કારગત નીવડે તે પૂર્વે જ મોત થયું હતું
મોરબીના ત્રાજપર ખારી રામાપીર મંદિર પાસે રહેતા ગીતાબેન જીતેન્દ્રભાઈ વરાણીયા (ઉ.વ.૪૨) નામની પરિણીતાની ગત તા. ૨૨ ના રોજ રાત્રીના તબિયત બગડી હતી જેથી સારવાર માટે મોરબી બાદ રાજકોટ વધુ સારવાર માટે ખસેડાઈ હતી જ્યાં ફરજ પરના તબીબે જૂની બીમારીને પગલે મોત થયાનું જાહેર કર્યું હતું મોરબી બી ડીવીઝન પોલીસે બનાવની નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે