મોરબી મહાનગરપાલિકાના વિસ્તારમાથી  ANCD શાખા દ્વારા અઠવાડિયા દરમિયાન ૧૫ પશુ પકડ્યા

મોરબી મહાનગરપાલિકાના ANCD શાખા દ્વારા આ અઠવાડીયા દરમિયાન 15 પશુઓને પકડવામાં આવેલ છે. તેમજ મોરબી મહાનગરપાલિકા બન્યા પછી આજદિન સુધીમાં જાહેર માર્ગ પર અડચણ રૂપ થતાં 3,797 રખડતા પશુઓને પકડવામાં આવ્યા છે. વિવિધ વિસ્તારમાંથી તથા જાહેર માર્ગો પર રખડતાં ઢોર પકડીને મોરબી જિલ્લાની આજુ-બાજુની ગૌશાળા, નંદીઘર તથા પાંજરાપોળ માં મૂકવામાં આવ્યા છે.

આ ઉપરાંત મોરબી મહાનગરપાલિકા હસ્તકના નંદીઘરમાથી 600થી વધુ પશુઓને જુદી-જુદી ગૌશાળા તથા પાંજરાપોળ ખાતે મોકલવામાં આવેલ છે. મોરબી મહાનગરપાલિકાની ANCD શાખા દ્વારા 306 પશુ માલિકોને લાયસન્સ આપવામાં આવેલ છે તેમજ 30 પશુ માલિકોને લાઇસન્સ રિન્યૂ કરી આપેલ છે. તદુપરાંત 33 લોકોને ઘાસ વેચાણ માટેની પરમિટ આપેલ છે અને 4 ઘાસવેચાણ પરમિટ રિન્યૂ કરેલ છે. આ ઉપરાંત 49 નાગરિકો ના પેટડોગનું રજીસ્ટેશન કર્યું છે અને 10 ડોગ લાઇસન્સ પરમિટ રિન્યૂ કરેલ છે. પશુ માલિકો ને પણ રજીસ્ટ્રેશન કરવા તથા પેટડોગ માલિકને પોતાના પેટડોગનું રજીસ્ટ્રેશન કરવા માટે અપીલ કરી છે. આ ઉપરાંત કુલ 2,920 પશુઓનું RFID તથા Tagging કરવામાં આવ્યું છે. અને RFID તથા Taggingની કામગીરી આગામી સમયમાં મોરબી મહાનગરપાલિકાની ANCD શાખા દ્વારા યથાવત રહેશે.અને આગામી સમયમાં પશુઓ પકડવાની કામગીરી યથાવત રહેશે.

Leave A Reply

Your email address will not be published.