ત્રાજપર ચાર રસ્તાથી કુબેર ટોકીઝ સુધી સ્ટ્રીટ લાઈટો બંધ: અંધારપટ વચ્ચે વાહનચાલકો પરેશાન

મોરબીના ત્રાજપર ચાર રસ્તાથી લઈને કુબેર ટોકીઝ સુધીના મુખ્ય માર્ગ પર મોટાભાગની સ્ટ્રીટ લાઈટો છેલ્લા કેટલાક સમયથી બંધ હાલતમાં પડી હોવાથી સમગ્ર રસ્તો અંધારપટમાં ગરકાવ થઈ ગયો છે.

પ્રાપ્ત વિગત મુજબ, આ મુખ્ય માર્ગ પરથી દરરોજ હજારો વાહનો અને રાહદારીઓની અવરજવર રહે છે. રાત્રિના સમયે મોટાભાગની સ્ટ્રીટ લાઈટો બંધ રહેતી હોવાને કારણે વાહનચાલકોને રસ્તો પણ સરખો દેખાતો નથી, જેના લીધે અકસ્માત સર્જાવાનો ભય સતત તોળાતો રહે છે. સ્થાનિકો દ્વારા આ બાબતે તંત્રનું ધ્યાન દોરવામાં આવ્યું હોવા છતાં હજી સુધી કોઈ સમારકામ કરવામાં આવ્યું નથી. લોકોની માંગ છે કે સંબંધિત તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે બંધ પડેલી સ્ટ્રીટ લાઈટો ચાલુ કરવામાં આવે જેથી નાગરિકોને મુશ્કેલીમાંથી રાહત મળે.

Leave A Reply

Your email address will not be published.