સામાકાંઠા વિસ્તારમાં દુકાને ભાગ લેવા ગયેલી સગીરાનું અપહરણ

 

સામાકાંઠા વિસ્તારમાં રહેતી શ્રમિક પરિવારની ૧૫ વર્ષીય સગીર દીકરી દુકાને ભાગ લેવા ગયા બાદ ક્યાંક જતી રહી છે સગીરાના પિતાએ પોલીસ મથકમાં અપહરણની ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે

 

મોરબીના સામાકાંઠા વિસ્તારમાં રહેતી સગીરાનું અપહરણ થયાની ફરિયાદ બી ડીવીઝન પોલીસ મથકમાં નોંધાઈ છે જેમાં ભોગ બનનારના પિતાએ ફરિયાદમાં જણાવ્યું છે કે ફરિયાદીની ૧૫ વર્ષની સગીર દીકરી ગત તા. ૦૩ ના રોજ સાંજે સાડા સાતેક વાગ્યે દુકાને ભાગ લેવા જવાનું કહીને ગયા બાદ ક્યાંક જતી રહી છે અથવા ફરિયાદીના વાલીપણામાંથી કોઈ ઇસમ અપહરણ કરી લઇ ગયો છે મોરબી સીટી બી ડીવીઝન પોલીસે ફરિયાદ નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે

Leave A Reply

Your email address will not be published.