વાંકાનેરમાં પ્રતિબંધિત ગ્લુ ટ્રેપનું વેચાણ કરનાર ઇસમ વિરુદ્ધ જાહેરનામાં ભંગનો ગુનો

 

વાંકાનેર શહેરના જીનપરા જકાતનાકા પાસે આવેલ દુકાનમાંથી પ્રતિબંધિત ઉંદર પકડવાની જાળ (ગ્લુ ટ્રેપ) મળી આવતા પોલીસે મુદામાલ કબજે લઈને દુકાનદાર વિરુદ્ધ જાહેરનામાં ભંગની ફરિયાદ નોંધી છે

 

વાંકાનેર સીટી પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન જીનપરા જકાતનાકા પાસે ગોલ્ડન પોઈન્ટ કોમ્પ્લેક્ષમાં આવેલ સુહાના ટ્રેડર્સ નામની દુકાનમાં પ્રતિબંધિત ઉંદર પકડવાની જાળ (ગ્લુ ટ્રેપ) નંગ ૦૭ કીમત રૂ ૨૧૦ મળી આવતા પોલીસે મુદામાલ જપ્ત કરી આરોપી મકબુલ વલીમામદ માથકીયા (ઉ.વ.૩૬) રહે રાતીદેવડી તા. વાંકાનેર વાળાને ઝડપી લઈને જીલ્લા મેજીસ્ટ્રેટ જાહેરનામાં ભંગની ફરિયાદ નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે

Leave A Reply

Your email address will not be published.