

જુના સાદુળકા ગામની સીમમાં આવેલ કારખાના બહાર પાર્ક કરેલું બાઈક અજાણ્યો ઇસમ ચોરી કરી ગયો છે પોલીસે ૭૦ હજારની કિમતનું બાઈક ચોરી થયાની ફરિયાદ નોંધી વધુ તપાસ ચલાવી છે
મૂળ મધ્યપ્રદેશ હાલ મોરબીના જુના સાદુળકા ગામની સીમમાં લેમીકોન વૂડલેન્ડ કારખાનામાં રહીને કામ કરતા ખીમરાજભાઈ વેર્શીયા મેડા (ઉ.વ.૩૨) વાળાએ અજાણ્યા ચોર ઇસમ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે ગત તા. ૨૮-૦૬ ના રાત્રીના બારેક વાગ્યાથી તા. ૨૯-૦૬ ના સવારના છ વાગ્યા દરમિયાન ફરિયાદીનું બાઈક એમપી ૪૫ ઝેડએલ ૧૮૮૫ કીમત રૂ ૭૦,૦૦૦ વાળું કારખાના બહાર રાખ્યું હતું જે બાઈક અજાણ્યો ઇસમ ચોરી કરી ગયો છે મોરબી તાલુકા પોલીસે ફરિયાદ નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે