

મોરબીના રફાળેશ્વર ગામે આવેલ મગફળીના ગોડાઉનમાં શનિવારે બપોરે આગ ભભૂકી હતી જેથી મોરબી, રાજકોટ અને વાંકાનેર, જામનગરની ૧૦ ટીમોએ રવિવાર બપોર સુધી પાણીનો મારો ચલાવી ભડકા શાંત કર્યા હતા અને કૂલિંગ કામગીરી શરુ કરી હતી જોકે બાદમાં ફરી ભડકા થાય છે અને આ જ સિલસિલો સતત ચાર દિવસથી ચાલી રહ્યો છે અને બુધવારે સાંજ સુધી આગ પર સંપૂર્ણ કાબુ મેળવી સક્યો નથી હજુ પણ કૂલિંગ સહિતની કામગીરી ચાલી રહી છે
મોરબીના રફાળેશ્વર ગામે નાફેડ દ્વારા ખરીદી કરેલ ૧,૫૯,૦૦૦ મગફળીની બોરીઓ વેરહાઉસ કોર્પોરેશનના ભાડાના ગોડાઉનમાં રાખવામાં આવી હતી જ્યાં શનિવારે બપોરે આગ લાગતા મોરબી, રાજકોટ અને જામનગર સહીત ૧૦ ફાયરની ટીમોએ ૨૪ કલાક સુધી ૪૫ લાખ લીટર પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવી લીધો હતો અને કૂલિંગ કામગીરી મોડી સાંજ સુધી કરવામાં આવી હતી જોકે રવિવારે સાંજ આગની જ્વાળાઓ ઉઠી હતી આગ ફરી બેકાબુ બની જતા ફાયર ટીમોએ કામગીરી શરુ કરી હતી ફેક્ટરી શેડ તોડી મગફળીમાં આગ બુઝાવવાની કામગીરી કરવામાં આવી હતી
જે આગની ઘટનાને ચાર દિવસ વીતી ગયા છે અને સતત પાંચમાં દિવસે આગ ચાલુ છે આગમાં ૪૪ કરોડથી વધુનો મગફળીનો જથ્થો બળીને ખાખ થઇ ગયો છે આગ લાગ્યાને ૧૦૦ કલાક વીત્યા બાદ પણ હજુ સંપૂર્ણ કાબુ મેળવી શકાયો નથી કૂલિંગ કામગીરી ચાલી રહી છે આગ પર કાબુ મેળવ્યા બાદ FSL અને પોલીસ ટીમો કામગીરી શરુ કરી શકશે હાલ આગ પર કાબુ મેળવી શકાયો ના હોવાથી પોલીસ અને FSL કામગીરી ઠેરની ઠેર જોવા મળી રહી છે



