મોરબીના લાતીપ્લોટમાં ટાઈમ લીમીટ પૂર્ણ થવાને ૧૦ દિવસ બાકી, કામગીરી માત્ર ૩૫ %

મેયર ઉત્તમ સુરાણી કામગીરી થઇ જશેનો દાવો કરે છે વાસ્તવિકતા તદન ભિન્ન   પરંતુ ૧૦ દિવસમાં ૬૫ ટકા કામગીરી કેવી રીતે થશે તે બધાની સમજથી બહાર

 

મોરબીના લાતીપ્લોટ સાથે વર્ષોથી તંત્રએ ઓરમાયું વર્તન દાખવ્યું છે વર્ષો સુધી રોડ રસ્તા જેવા કામો થયા ના હતા ઘડિયાળ ઉદ્યોગ જ્યાં વર્ષોથી કાર્યરત છે તેવા લાતીપ્લોટના વેપારીઓ રજૂઆત કરી કરીને થાકયા બાદ ગત વર્ષે રસ્તા રોકો આંદોલન કર્યા બાદ આખરે પાણીની લાઈન અને ડ્રેનેજ કામગીરી શરુ કરવામાં આવી હતી જેમાં પાણીની કામગીરી પૂર્ણ થઇ ચુકી છે પરંતુ ડ્રેનેજ કામગીરી હજુ પણ મોટાભાગની બાકી છે

 

મોરબી શહેરમાં ૧૮.૭૩ કરોડથી વધુના ખર્ચે પાણીની લાઈનની કામગીરી ચાલી રહી છે જેમાં લાતીપ્લોટ વિસ્તારમાં ૩.૫ કરોડના ખર્ચે પાણીની લાઈનની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે તેમજ સ્ટોર્મ વોટર કામગીરી પણ પૂર્ણ થઇ છે પરંતુ ડ્રેનેજ કામગીરી હજુ ૩૫ ટકા જ થવા પામી છે મનપા દ્વારા પૂજા બિલ્ડર્સને ૪.૨૭ કરોડના ખર્ચે તા. ૧૭-૦૨-૨૬ ના રોજ વર્ક ઓર્ડર આપવામાં આવ્યો છે જેમાં ૫ માસની ટાઈમ લીમીટ નાખવામાં આવી છે એટલે કે તા. ૧૭-૦૭-૨૬ ના રોજ સમય મર્યાદા પૂર્ણ થઇ રહી છે અને કામગીરી માત્ર ૩૫ ટકા જ પૂર્ણ થઇ છે

 

જે મામલે મેયર ઉત્તમ સુરાણીએ જણાવ્યું હતું કે ડ્રેનેજ કામગીરી ૩૫ ટકા પૂર્ણ થઇ છે બાકીનું કામ પૂર્ણ થઇ જશે લોકોને હાલાકી પડે છે તે માટે શેરી નં ૨ માં મેટલીંગ કામગીરી પૂર્ણ થઇ છે શેરી ૬-૭ માં કરવામાં આવશે અને જરૂર પડે તે મુજબ મેટલીંગ કામગીરી કરવામાં આવશે અને કામ પૂર્ણ થઇ જશે તેવો દાવો કર્યો હતો

 

જોકે મેયર સાહેબને કોઈ જણાવે કે ૫ માસની સમયમર્યાદામાં જે કામગીરી પૂર્ણ કરવાની હતી તે ૫ મહિના પૂર્ણ થવા આવી છે ત્યારે માત્ર ૩૫ ટકા થઇ છે અને સમયમર્યાદા પૂર્ણ થવાને ૧૦ દિવસ જેટલો સમય બાકી છે ત્યારે ૬૫ ટકા બાકીની કામગીરી કેવી રીતે પૂર્ણ થશે તે સમજથી બહાર છે મોરબીના યુવા મેયર થઇ જસેનો દાવો કરે છે પરંતુ મેયર સાહેબ પાસે અનુભવની કમી હોય તેવું સ્પષ્ટ જણાઈ રહ્યું છે

 

Leave A Reply

Your email address will not be published.