જુના ઘૂટું રોડ પર કાર અને બાઈક અથડાતા યુવાનના પગનો અંગુઠો કપાઈ ગયો

            જુના ઘૂટું રોડ પર કાર ચાલકે બાઈકને ટક્કર મારી હતી જે અકસ્માતમાં યુવાનના પગનો અંગુઠો કપાઈ ગયો હતો અને શરીરે ઈજા પહોંચી હતી પોલીસે કાર ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે

            મોરબીની માળિયા ફાટક પાસે કાંતિનગર સોસાયટીમાં રહેતા સલીમભાઈ હાજીભાઇ પલેજાએ અર્તીગા કાર જીજે ૨૬ એપી ૭૫૯૪ ના ચાલક સુમીતભાઈ ચતુરભાઈ કૈલા રહે ઘૂટું તા. મોરબી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે ગત તા. ૧૯ જુનના રોજ ફરિયાદીના દીકરા મકબુલ બાઈક જીજે ૩૬ સી ૬૧૨૭ લઈને કામ પર જતા હતા ત્યારે જુના ઘૂટું રોડ પર કાર ચાલકે પુરઝડપે ચલાવી બાઈકને ઠોકર મારી હતી જે અકસ્માતમાં ફરિયાદીના દીકરા મકબુલને પગના ઘૂંટણ નીચે ફ્રેકચર અને અંગુઠો કપાઈ ગયો હતો તેમજ હાથમાં કોણીના ભાગે ગોળો તૂટી ગયો અને મોઢા તેમજ શરીરે ઈજા પહોંચી હતી મોરબી તાલુકા પોલીસે કાર ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે

Leave A Reply

Your email address will not be published.