


હળવદ સ્થિત આસ્થા સ્પિન્ટેક્સ પ્રા. લિમિટેડ હવે લિમિટેડ કંપની તરીકે આગળ વધવા જઈ રહી છે. આ ઐતિહાસિક પ્રસંગને યાદગાર બનાવવા કંપની દ્વારા ભવ્ય ગેટ-ટુ-ગેધરનું આયોજન કરવામાં આવ્યું હતું. કંપનીના આમંત્રણને માન આપી અંદાજે 1500થી વધુ મહેમાનો કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા અને કંપનીને સ્ટોક માર્કેટમાં લિસ્ટિંગ માટે હાર્દિક શુભેચ્છાઓ પાઠવી હતી.
કાર્યક્રમમાં કંપનીના પ્રણેતા અને પાટીદાર ભામાશા જશુભાઈ પટેલ, સંસદ સભ્ય ચંદુભાઈ શિહોરા, ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરા, જયસુખભાઈ પટેલ (અજંતા ગ્રુપ, મોરબી), વિજયભાઈ જાની (ડીજીપી, મોરબી), ભક્તિનંદન સ્વામી (ટાવરવાળું મંદિર), જયેશભાઈ પટેલ (ધ્રાંગધ્રા), ધીરુભા ઝાલા, રજનીભાઈ સંઘાણી (ચેરમેન, એપીએમસી હળવદ) સહિતના મહાનુભાવો વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.
કાર્યક્રમ દરમિયાન દિવ્યાંગભાઈ, વિવેકભાઈ અને જયભાઈ દ્વારા આસ્થા સ્પિન્ટેક્સની વિકાસયાત્રા, કંપનીની કામગીરી, ભાવિ આયોજન તેમજ સ્ટોક માર્કેટમાં લિસ્ટિંગ અંગે વિગતવાર માહિતી આપવામાં આવી હતી. ઉપસ્થિત મહેમાનોએ કંપનીની અત્યાર સુધીની સફળ કામગીરીને બિરદાવી હતી અને લિમિટેડ કંપની તરીકે નવા અધ્યાયની શરૂઆત માટે શુભેચ્છાઓ પાઠવી હતી. સમગ્ર કાર્યક્રમ ઉત્સાહપૂર્ણ અને સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં સંપન્ન થયો હતો.
મયુર રાવલ હળવદ


