મોરબીમાં રફાળેશ્વર ચોકડી જીઆઈડીસી નજીકથી સીએનજી રીક્ષાની ચોરી 

 

મોરબીની રફાળેશ્વર ચોકડી પાસે જીઆઈડીસી નજીકથી ૨ લાખની કિમતની રીક્ષા ચોરી થયાની પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે પોલીસે ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે

મોરબીના લાલપર ગામે રહેતા જયદીપભાઈ ચંદુભાઈ ચાવડા નામના યુવાને અજાણ્યા ચોર ઇસમ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે ગત તા. ૨૨ જુનના સાંજના છએક વાગ્યે ફરિયાદીની રીક્ષા જીજે ૩૬ ડબલ્યુ ૪૫૪૩ કીમત રૂ ૨ લાખ વાળી રફાળેશ્વર ચોકડીથી આગળ જીઆઈડીસી પાસે પોલીસ હેડ ક્વાર્ટર ખૂણા પાસે રાખી હતી જે રીક્ષા અજાણ્યો ઇસમ ચોરી કરી ગયો છે મોરબી તાલુકા પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે

Leave A Reply

Your email address will not be published.