



ગ્રામ્ય ક્રિકેટ એસો મોરબી દ્વારા તા. ૨૫ ને ગુરુવારે સવારે ૯ : ૩૦ થી ૧૧ : ૩૦ સુધી એક્સેલ સ્પોર્ટ્સ એકેડમી, ફ્લોરા ૧૭ પાસે, એસપી રોડ મોરબી ખાતે અન્ડર ૧૬ ટીમ માટે ખેલાડીઓની પસંદગી કરવામાં આવશે જે સિલેકશન પ્રક્રિયામાં ૧-૯-૨૦૧૦ થી ૩૧-૮-૨૦૧૨ જન્મતારીખ વાળા ખેલાડીઓ ભાગ લઇ શકશે
સિલેકશન માટે આવનાર ખેલાડીઓએ વ્હાઈટ ટ્રેક એન્ડ ટીશર્ટ તેમજ સ્પોર્ટ્સ શૂઝ પહેરીને આવવું તેમજ પોતાની ક્રિકેટ કીટ લાવવાની રહેશે તે ઉપરાંત ૨ ફોટોગ્રાફ ફીઝીકલ અને સોફ્ટ કોપી તેમજ આધાર કાર્ડ, જન્મ પ્રમાણપત્ર, જોબ સર્ટીફીકેટ તેમજ છેલ્લા ત્રણ વર્ષની માર્કશીટ, પાન કાર્ડ અને કેન્સલ ચેક સહિતના ડોક્યુમેન્ટ પીડીએફ ફાઈલ ફોરમેટમાં પેન ડ્રાઈવમાં લાવવાના રહેશે