શ્રી સ્થાનકવાસી જૈન સંઘ સોનીબજાર આયોજિત સામુહિક શ્રાવક વ્રત આરાધનામાં ૫૩ ભાવિકો જોડાયા

 

પૂ. ગચ્છાધિપતિ આચાર્ય ગુરુદેવ શ્રી ભાવચંદ્રજી સ્વામીની નિશ્રામાં શાસન સ્થાપના દિવસે એક સાથે ૫૩ શ્રાવક- શ્રવિકોએ સામુહિક રીતે શ્રાવકના બાર વ્રતની આરાધનાનો સંકલ્પ લઈને કર્મની શુદ્ધિ અને પુણ્યની વૃદ્ધિ કરી હતી.

 

ડૉ. શ્રી ચિંતનચંદ્રજી સ્વામી, પૂ. શ્રી તરલાજી આર્યાજી, પૂ. શ્રી આરાધનાજી. આર્યાજી, પૂ. શ્રી વિશ્વાસિનીજી આર્યાજી, પૂ. શ્રી ઓજસજી આર્યાજી, પૂ. શ્રી ભદ્રતાજી આર્યાજી, પૂ. શ્રી ધીરતાજી આર્યાજી  વગેરેએ વ્યાખ્યાન, શિબિર, મહિલા મંડળ, વિમલનાથ પ્રભુના જાપ આદી કાર્યક્રમોમાં ધર્મ પ્રેરણા કરીને શ્રાવક જીવનના પરમ આદર્શરૂપબાર વ્રતની ધારણા કરવા સમજણ આપી હતી. રોજ રાતે ભાઈઓને પણ પૂ.શ્રી. વર્ધમાન સ્વામીએ વિસ્તારથી શ્રાવકવ્રતની સમજુતી આપીને વધુને વધુ પાપ પ્રવૃત્તિનો ત્યાગ કરવાની ભાવ પ્રેરણા કરી હતી. વ્રતધારી દરેક આરાધકોની એક ગુરુભક્ત તરફથી અનુમોદના કરવામાં આવેલ.

 

શાસન સ્થાપના ૨૫૮૨ માં વર્ષના પ્રારંભે અઢીસો પચ્ચખાણમાં ૨૮૯ ભાવિકો જોડાયા હતા. પૂ. આચાર્ય ભાવચંદ્રજી સ્વામીની નિશ્રામાં શ્રી સોનીબજાર ઉપાશ્રયમાં દૈનિક પ્રવચન ધારામાં જૈન – જૈનેતર ભાવીકો લાભ લે છે.

Leave A Reply

Your email address will not be published.