

મોરબી જીલ્લામાં ગેરકાયદેસર પ્રવૃતિઓ આચરતા અસામાજિક તત્વો વિરુદ્ધ પોલીસ તંત્ર દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જે અંતર્ગત હળવદ મોરબી સીટી એ ડીવીઝન પોલીસે દારૂના ગુનામાં સંડોવાયેલા રાજકોટના એક શખ્સ સામે પાસા હેઠળ પગલાં ભરી તેને જેલ હવાલે કરવામાં આવ્યો છે.
દારૂના વેચાણ જેવી અસામાજિક પ્રવૃતિઓ પર અંકુશ મેળવવા માટે મોરબી સીટી એ ડીવીઝન પોલીસે પ્રોહિબીશનના ગુનામાં સંડોવાયેલા આરોપી સાહિલ ઉર્ફે સાહુ હનીફભાઈ પરમાર (રહે. રામનાથ પરા મેઈન રોડ- રાજકોટ) વિરુદ્ધ પાસાની દરખાસ્ત તૈયાર કરી હતી. જીલ્લા મેજીસ્ટ્રેટે આ દરખાસ્ત મંજુર કરી વોરંટ ઇસ્યુ કરવામાં આવતા પોલીસે અલગ અલગ ટીમો બનાવી આરોપીની અટકાયત કરી હતી અને તેને પાસા એક્ટ હેઠળ ડીટેઈન કરીને વડોદરા મધ્યસ્થ જેલ હવાલે કર્યો છે.


