માળિયામાં હત્યા કરનાર આરોપીઓને ફાયનાન્સ પેઢીએ લાવી તપાસ

શહેરમાં આતંક મચાવનાર પેઢી સંચાલક સહિતના આરોપીના સીન વીખી નાખ્યા

 

 

માળિયામાં પૈસાની લેતીદેતી મામલે ફાયનાન્સ પેઢીના સંચાલક દ્વારા પાંચ માણસોને મોકલી યુવાનની હત્યા કરાવવામાં આવી હતી પોલીસે છ આરોપીને ઝડપી લઈને આજે આરોપીની ફાઈનાન્સ પેઢી ખાતે દોરડેથી બાંધી લઇ આવવામાં આવ્યા હતા

માળિયાના અણીયારી ટોલનાકા નજીક પૈસાની લેતીદેતી મામલે ફાયનાન્સ પેઢીના સંચાલક મોહન ઉર્ફે શિવમ ભુંભરીયાએ મોકલેલા આરોપીઓ રમેશ ઉર્ફે રામો રબારી, પૃથ્વીરાજસિંહ ઝાલા, ગુલામહુશેન પઠાણ, કિશન ચૌહાણ અને હીરાભાઈ ઉલવાએ અનિલભાઈ કંડિયાને આડેધડ છરીના ઘા ઝીકી મોતને ઘાટ ઉતાર્યો હતો તેમજ ફરિયાદી વિવેક પટેલને છરીઓ ઝીકી ઈજા પહોંચાડી હતી પોલીસે હત્યાની ફરિયાદ નોંધી તમામ છ આરોપીને ઝડપી લીધા હતા

ઝડપાયેલા આરોપીઓને કાયદાનું ભાન કરાવવા માળિયા પોલીસ આરોપીઓને રવાપર રોડ પર આવેલ હોથલ ફાયનાન્સ પેઢી ખાતે દોરડેથી બાંધીને તપાસ અર્થે લાવી હતી ફાયનાન્સ પેઢીના સંચાલકની ઓફિસે આરોપીઓને દોરડેથી બાંધી લાવવામાં આવ્યો હતો અને જાહેર જનતાએ આ નજારો નિહાળ્યો હતો અને આરોપીઓના પોલીસે સીન વીખી નાખ્યા હતા ગુનામાં વપરાયેલ ઇકો કાર અગાઉ કબજે લેવામાં આવી હતી તો હત્યામાં વપરાયેલ પાંચ છરીઓ પોલીસે કબજે લીધી હોવાની માહિતી માળિયા પીઆઈ કુલદીપસિંહ દરબારે આપી હતી

 

Leave A Reply

Your email address will not be published.