હળવદના મિયાણી પાસે નર્મદા કેનાલમાં ડૂબી જવાથી શ્રમિકનું મોત

હળવદના મિયાણી ગામ નજીકથી પસાર થતી નર્મદાની કેનાલમાં અકસ્માતે પડી જવાથી એક ૩૮ વર્ષીય શ્રમિક યુવાનનું મોત નીપજ્યું હતું. મિયાણીથી ટીકર જવાના રસ્તા પર આવેલા ચંડી પેટ્રોલ પંપ પાસેના નાળામાં આ ઘટના બની હતી. બનાવની જાણ થતા હળવદ પોલીસે અકસ્માત મોતે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર, મૂળ મિયાણી ગામના રહેવાસી અને મજૂરી કામ કરીને ગુજરાન ચલાવતા સંજયભાઇ ધુળાભાઇ રંભાણી (ઉ.વ. ૩૮) કોઈ કારણોસર મિયાણી-ટીકર રોડ પર આવેલી નર્મદા કેનાલ પાસે હતા. તે દરમિયાન અકસ્માતે તેમનો પગ લપસી જતાં તેઓ કેનાલના ઊંડા પાણીમાં ખાબક્યા હતા અને ડૂબી જવાથી તેમનું મોત નીપજ્યું હતું. આ ઘટનાની જાણકારી મળતા જ પોલીસે તપાસ શરૂ કરી હતી અને મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડીને વધુ તપાસ હાથ ધરી છે.

Leave A Reply

Your email address will not be published.