મોરબીમાં હિંદુ સંગઠનોએ જેહાદી માનસિકતાનું પુતળા દહન કર્યું, આવેદન પાઠવી વિરોધ




તાજેતરમાં દેશની નામી કંપનીઓમાં લવ જેહાદના રેકેટનો પર્દાફાશ થયો છે હિંદુ દીકરીઓના જાતીય શોષણ અને ધર્મ પરિવર્તન કરાવવાની પ્રવૃતિઓ ઉચ્ચ પદ પર બેસેલ જેહાદી માનસિકતા ધરાવનાર લોકો દ્વારા કરવામાં આવતી હતી જેના વિરોધમાં મોરબીમાં હિંદુ સંગઠનોએ વિરોધ નોંધાવ્યો હતો
વિશ્વ હિંદુ પરિષદના યુવા આયામ બજરંગ દળ મોરબી જીલ્લા દ્વારા જેહાદી માનસિકતા ધરાવતા લોકો દ્વારા પ્રતિષ્ઠિત સંસ્થામાં ઉચ્ચ પદ ઉપર કામ કરતા લોકો દ્વારા લવ જેહાદના માધ્યમથી હિંદુ દીકરીઓના ધર્મ પરિવર્તન અને લેન્ડ જેહાદના માધ્યમથી અવૈધ કબ્જાનું સુનિયોજિત ષડ્યંત્ર ચાલી રહ્યું છે જેના વિરોધમાં મોરબી જીલ્લા કલેકટર મારફત રાષ્ટ્રપતિને આવેદન પાઠવ્યું હતું તેમજ સાંજે નગર દરવાજા ચોકમાં જેહાદી માનસિકતાનું પુતળા દહન કરવામાં આવ્યું હતું
આ કાર્યક્રમમાં વિશ્વ હિન્દુ પરિષદ બજરંગદળના સૌરાષ્ટ્ર પ્રાંત, સુરેન્દ્રનગર વિભાગ, મોરબી જિલ્લા અને મોરબી પ્રખંડનાં,હળવદ પ્રખંડના જવાબદાર કાર્યકર્તા બંધુઓ તથાં માતૃશક્તિ અને દુર્ગાવાહિનીનાં જવાબદાર કાર્યકર્તા ભગિનીઓ તથા હિંદુ સમાજના લોકો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતાં. બજરંગદળ દ્વારા સરકારને વિનંતી કરવામાં આવી કે આનાં વિરુદ્ધ કડકમાં કડક પગલાં લેવામાં આવે અને દેશભરમાં હિંદુ સમાજ વિરુદ્ધ ચાલતા આવા સુનિયોજિત ષડયંત્રો બંધ કરવા જોઈએ નહિતર આગામી સમયમાં બજરંગદળ હજી પણ ઉગ્ર વિરોધ પ્રદર્શન અને જરૂર પડયે આંદોલન પણ કરશે.