મોરબીના વોર્ડ નં ૦૬ માં ભાજપ નેતાઓ માટે પ્રવેશબંધીના પોસ્ટર લાગ્યા

 

મોરબી મહાનગરપાલિકા બન્યા બાદ પ્રથમ વખત ચુંટણી યોજાઈ રહી છે ટીકીટ વહેચણી મુદે ભાજપમાં આંતરિક અસંતોષ જોવા મળ્યો હતો અને ભાજપમાંથી ટીકીટ નહિ મળતા જુના જોગીઓએ અપક્ષ ઉમેદવારી નોંધાવી છે ત્યારે મોરબીના વોર્ડ નં ૦૬ માં ભાજપ નેતાઓ માટે પ્રવેશબંધીના બેનરો લાગી ગયા છે

 

મોરબીના વોર્ડ નં ૦૬ વિસ્તારમાં ભાજપ નેતાઓ માટે પ્રવેશબંધીના બેનરો જોવા મળ્યા છે જેમાં લખ્યું છે કે વોર્ડ ૬ માં ભાજપના નેતા કે આગેવાનોએ અમારા વિસ્તારમાં ચુંટણી પ્રસાર કરવા આવવું નહિ જેની તમારી નજરમાં કીમત નથી એવો અમારો કીમતી અને પવિત્ર મત માંગવા આવવું નહિ બેનર નીચે લી. વિસ્તારના જાગૃત રહેવાસીઓ લખવામાં આવ્યું છે આમ મોરબી મહાનગરપાલિકામાં ભાજપના અસંતુષ્ટોએ અપક્ષ ઉમેદવારી નોંધાવ્યા બાદ હવે મતદારો પણ વિરોધ કરી રહ્યા છે અને ભાજપ નેતાઓ સામે આક્રોશ ઠાલવી રહ્યા છે ત્યારે ચુંટણીમાં ભાજપ માટે કેવા કપરા ચઢાણ જોવા મળે છે તે આવનારો સમય જ બતાવશે

Leave A Reply

Your email address will not be published.