મોરબી જીલ્લામાં એક વર્ષમાં ટૂ વ્હીલર-ફોર વ્હીલર સહીત ૪૫,૪૫૩ વાહનોની નોંધણી

૨૭,૭૩૪ સ્કૂટર અને ૧૦ હજારથી વધુ કાર, ૭૯૩ ઇલેક્ટ્રિક વાહનોની RTO કચેરીમાં નોંધણી

 

 

ઓદ્યોગિક નગરી મોરબીમાં વાહનોની ડીમાંડ હમેશા ઉંચી રહે છે ટૂ વ્હીલર, થ્રી વ્હીલર તેમજ ટ્રેક્ટર સહિતના વાહનોની સતત ખરીદી થતી હોય છે વર્ષ ૨૦૨૫-૨૬ ના એક વર્ષમાં કુલ ૪૫,૪૫૩ વાહનોની નોંધણી થઇ છે

વર્ષ ૨૦૨૫-૨૬ માં મોરબી આરટીઓ કચેરીમાં કુલ ૪૫,૪૫૩ વાહનોની નોંધણી કરવામાં આવી છે જેમાં મોટરસાયકલ ૨૭,૭૩૪, મોટરકાર ૧૦,૦૫૯ તેમજ ફોર્ક લીફ્ટ ૫૫, ક્રેન માઉનટેડ વ્હીકલ ૦૪, એગ્રીકલ્ચરલ ટ્રેક્ટર ૨૪૬૨, કન્સ્ટ્રકશન ઇકવીપમેન્ટ વ્હીકલ ૩૧૪ તેમજ થ્રી વ્હીલર પેસેન્જર ૧૪૫૭ અને થ્રી વ્હીલર ગૂડ્સ ૪૨૭, ગૂડ્સ કેરિયર ૨૪૪૩, ટ્રેક્ટર કોમર્શીયલ ૨૧૩, મેક્સી કેબ ૧૧ અને મોટર કેબ ૧૫૧ તેમજ ૧૮ બસ, ૧૦ એજ્યુકેશનલ ઇન્સ્ટીટ્યુટ બસ અને ૦૬ એમ્બ્યુલન્સ સહીત કુલ ૪૫,૪૫૩ વાહનોની નોંધણી થઇ છે તેમજ ઇલેક્ટ્રિક વાહનોની ખરીદી પણ વધી રહી છે મોરબીમાં ૭૯૩ ઈ વ્હીકલની નોંધણી થઇ છે

 

આરટીઓ કચેરીને એક વર્ષમાં ૧૩૩.૧૮ કરોડની આવક

મોરબી આરટીઓ કચેરીને ધૂમ આવક થઇ રહી છે વર્ષ ૨૦૨૪-૨૫ માં ૧૨૨.૪૨ કરોડ આવક હતી જે ચાલુ વર્ષ ૨૦૨૫-૨૬ માં ૧૩૩.૧૮ કરોડ આવક થઇ છે જેમાં ૧૨૦.૪૬ કરોડ ઓનલાઈન અને ૧૦૫.૮૩ કરોડ ઓફલાઈન કેસ આવક થવા પામી છે

 

Leave A Reply

Your email address will not be published.