માળિયા: નવાગામમાં ઝેરી દવા પી શ્રમિકનો આપઘાત


માળિયા (મિ)નાં નવાગામમાં અગમ્ય કારણોસર ઝેરી દવા પી લેતા મૂળ છોટા ઉદેપુરનાં આધેડ શ્રમિકનું મોત નીપજ્યું હતું.
પ્રાપ્ત વિગતો અનુસાર મૂળ છોટા ઉદેપુર અને હાલ માળીયાના નવાગામ અને મેઘપર વચ્ચે આવેલ વલ્લભભાઇ લાલજીભાઇ બાવરવાની વાડી ખાતે મજુરી કરતા આધેડ ગોરધનભાઇ વિસીયાભાઇ રાઠવાએ કોઈ અગમ્ય કારણોસર ઝેરી દવા પી લઇને આત્મહત્યા કરી હતી. માળીયા (મી) પોલીસે આત્મહત્યાના કારણો જાણવા આગળની તપાસ હાથ ધરી છે.