બુલેટ ટ્રેન પ્રોજેક્ટ હેઠળ અગાઉ રદ કરાયેલી ઇન્ટરસિટી ટ્રેનો પુનઃસ્થાપિત


પશ્ચિમ રેલવેના રાજકોટ ડિવિઝન દ્વારા મુસાફરોની સુવિધા માટે મહત્વની સૂચના જાહેર કરવામાં આવી છે. અગાઉ નેશનલ હાઈ સ્પીડ રેલ કોર્પોરેશન લિમિટેડ (NHSRCL) ના બુલેટ ટ્રેન પ્રોજેક્ટ અંતર્ગત ગેરતપુર-અમદાવાદ રેલવે સેક્શન પર સૂચિત કામગીરીના કારણે રદ જાહેર કરાયેલી નીચે મુજબની ટ્રેનો હવે પુનઃસ્થાપિત (Restore) કરવામાં આવી છે.
રાજકોટ ડિવિઝનના સિનિયર ડિવિઝનલ કોમર્શિયલ મેનેજર શ્રી સુનીલ કુમાર મીનાના જણાવ્યા અનુસાર—
1) ટ્રેન નંબર 22959 વડોદરા–જામનગર ઇન્ટરસિટી એક્સપ્રેસ, તારીખ 08.04.2026
2) ટ્રેન નંબર 22960 જામનગર–વડોદરા ઇન્ટરસિટી એક્સપ્રેસ, તારીખ 09.04.2026
ઉપરોક્ત બંને ટ્રેનો હવે તેના સામાન્ય માર્ગ અને નિર્ધારિત સમયપત્રક મુજબ દોડશે.