

વાંકાનેર તાલુકાના ભલગામની સીમમાં આવેલ માલકીયા હોટેલ પાસેથી એચ એમ એન્ટરપ્રાઈઝમાંથી અનઅધિકૃત જ્વલંતશીલ ૨૯ હજાર લીટર પ્રવાહીના જથ્થા સહીત રૂ ૪૮.૩૩ લાખનો મુદામાલ પોલીસે જપ્ત કર્યો છે
મોરબી એલસીબી ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન બાતમી મળી હતી કે વાંકાનેરના માલકીયા હોટેલની નજીકમાં આવેલ એચ એમ એન્ટરપ્રાઈઝમાં મી માય ઇકો એનર્જી ઇન ડીઝલ નામના પમ્પનો સંચાલક અજીતસિંહ નવઘણસિંહ જાડેજા રહે રાજકોટ વાળો પોતાના અંગત ફાયદા માટે શંકાસ્પદ જ્વલંતશીલ પ્રવાહીનો જથ્થો બહારથી ટેન્કર મારફત મંગાવી સ્ટોરેજ ટાંકીમાં એકત્ર કરી અને બહારથી આવતી ટ્રકોમાં ઇંધણ તરીકે પૂરી ગેરકાયદે વેચાણ કરી રહ્યો છે જેથી એલસીબી ટીમ અને વાંકાનેર તાલુકા પોલીસ ટીમે રેડ કરી હતી
સ્થળ પરથી પોલીસે ટેન્કર જીજે ૧૨ એઝેડ ૯૭૮૧ માં ભરેલ જવલંતશીલ પ્રવાહી આશરે ૧૭,૦૦૦ લીટર કીમત રૂ ૧૩,૬૦,૦૦૦ અને ભોય તળિયે ટાંકીમાં ભરેલ પ્રવાહી આશરે ૧૨,૦૦૦ લીટર કીમત રૂ ૯,૬૦,૦૦૦ તેમજ ટેન્કર જીજે ૧૨ એઝેડ ૯૭૮૧ કીમત રૂ ૨૫ લાખ, પાઈપ, ઇલેક્ટ્રિક મોટર અને બે મોબાઈલ તેમજ ટેન્કરનો ગેટ પાસ અને ઇલેક્ટ્રિક બીલ અને ભાડા ખતની નકલ સહીત કુલ રૂ ૪૮,૩૩,૫૦૦ નો મુદામાલ સીઝ કરવામાં આવ્યો છે
સ્થળ પરથી આરોપીઓ અજીતસિંહ નવઘણસિંહ જાડેજા, રવિભાઈ દાદાભાઈ ધાધલ, નરેન્દ્રભાઈ પ્રવિણચંદ્ર જોષી, નયનભાઈ મોહનભાઈ મકવાણા અને નયનભાઈ વિજયભાઈ વાળા રહે બધા રાજકોટ વાળા મળી આવતા પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે





