



શનાળા રોડ પર આવેલ ગુજરાત હાઉસિંગ બોર્ડના રહેણાંક મકાનમાં રેડ કરી પોલીસે ઈંગ્લીશ દારૂની ૧૦૪ બોટલના જથ્થા સાથે એક આરોપીને ઝડપી લીધો છે અન્ય બે આરોપીઓના નામો ખુલતા પોલીસે વધુ તપાસ ચલાવી છે
મોરબી સીટી એ ડીવીઝન પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન શનાળા રોડ ગુજરાત હાઉસિંગ બોર્ડ બ્લોક નં એમ ૧૫૬ માં આરોપી ઉદયરાજસિંહ પરમારના મકાનમાં બાતમીને આધારે રેડ કરી હતી આરોપીના મકાનમાંથી ઈંગ્લીશ દારૂની અલગ અલગ બ્રાન્ડની બોટલ નંગ ૧૦૪ કીમત રૂ ૨,૮૯,૮૧૦ નો જથ્થો પોલીસે કબજે લઈને આરોપી ધર્મેન્દ્ર રોહિતભાઈ દેવાયતકા રહે શનાળા રોડ ગુજરાત હાઉસિંગ બોર્ડ વાળાને ઝડપી લીધો છે રેડ દરમિયાન આરોપ’ઈ ઉદયરાજસિંહ ભુપેન્દ્રસિંહ પરમાર અને સિદ્ધરાજસિંહ જયદીપસિંહ જાડેજા બંને હાજર મળી આવ્યા ના હતા જેથી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે