રાજકોટ રેંજ આઈજીની બે દિવસની જનસંપર્ક સભા, મોરબીની ૧૮ સહીત ૬૮ રજૂઆતો મળી


રાજકોટ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક નિર્લિપ્ત રાય (IPS) ની અધ્યક્ષતામાં તારીખ ૦૧ અને ૦૨ ના રોજ રાજકોટ રેન્જ હેઠળના દેવભૂમિ દ્વારકા, જામનગર, મોરબી, રાજકોટ ગ્રામ્ય તથા સુરેન્દ્રનગર જિલ્લાઓના નાગરિકોના હિતાર્થે “ગેરકાયદેસર નાણાં ધીરનાર ઇસમો” વિરૂદ્ધ જનસંપર્ક સભાનું આયોજન કરવામાં આવેલ હતુ.
જેમા રાજકોટ ગ્રામ્ય જીલ્લાની – ૧૭, મોરબી જીલ્લાની – ૧૮, જામનગર જીલ્લાની – ૨૩, સુરેન્દ્રનગર જીલ્લાની – ૦૬ અને દેવભૂમી દ્વારકા જીલ્લાની – ૦૪ એમ કુલ – ૬૮ રજુઆતો મળેલ હતી.જેમાથી કુલ – ૩૧ રજુઆતો બાબતે જીલ્લાઓ પાસેથી માહિતી મંગાવવામાં આવેલ છે અને સીધી ફરીયાદ દાખલ થઇ શકે તેવી એકપણ રજુઆત મળેલ નથી