

હળવદમાં આવેલ નર્મદા કેનાલમાં ડૂબી જતા મૂળ મધ્યપ્રદેશનાં પ્રૌઢનું મોત નીપજ્યું હતું. હળવદ પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
ઘટનાની પ્રાપ્ત વિગતો અનુસાર, હળવદની હરીદર્શન સોસાયટી પાછળની નર્મદા કેનાલમાં પાણી ભરવા ગયેલા આધેડ દયારામ ઉર્ફે સોનુ રંતીરામ ગોટ અકસ્માતે કેનાલમાં પડી જતા મોત નીપજ્યું હતું. હળવદ પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.