મોરબી ધારાસભ્ય-મંત્રી કાન્તીભાઈ અમૃતિયાના સફળ ઓપરેશનની કામના સાથે આજે યજ્ઞ યોજાશે

 

ગુજરાત રાજ્યના શ્રમ અને રોજગાર મંત્રી અને મોરબીના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાનું શનિવારે મુંબઈ ખાતે ઓપરેશન થવાનું છે જે ઓપરેશન સફળ રહે અને તેઓ ઝડપથી સંપૂર્ણ સ્વસ્થ થઈ પરત ફરે તે માટે મોરબી શહેર ભાજપ અને મિશન નવભારત પરિવાર દ્વારા શનિવારે સવારે એક વિશેષ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. મંત્રી કાંતિભાઈ અમૃતિયાના શુભ સ્વાસ્થ્ય પ્રાપ્તિ અર્થે મહામંડલેશ્વર કંકેશ્વરી દેવીના પાવન સાનિધ્યમાં આ યજ્ઞ યોજાશે.

યજ્ઞ કાર્યક્રમની વિગતો

 

તારીખ: ૨૧ ફેબ્રુઆરી ૨૦૨૬, શનિવાર

સમય: સવારે ૧૧:૦૦ કલાકે

સ્થળ: ખોખરા હનુમાનજી મંદિર, ભરતનગર, મોરબી-૨

 

Leave A Reply

Your email address will not be published.