ટંકારામાં ટ્રક પલટી ખાઈ એસટી બસ સાથે અથડાયો : પેસેન્જરોનો આબાદ બચાવ

 

 

ટંકારાના લતીપર ચોકડી પાસે ગત રાત્રિએ એક ટ્રક ચાલકે ગફલતભરી રીતે વાહન ચલાવી એસ.ટી. બસને અડફેટે લેતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. મોરબી તરફથી પૂરઝડપે આવતા ટ્રકે પ્રથમ ડિવાઈડર સાથે ટક્કર મારી હતી અને ત્યારબાદ ટ્રક પલ્ટી ખાઈ જતાં બાજુમાંથી પસાર થતી મુંદ્રા-કોડીનાર રૂટની બસ સાથે ધડાકાભેર અથડાઈ હતી.

 

બનાવની વિગત મુજબ, મુંદ્રા ડેપોની બસ નં.GJ 18 Z 9339 જ્યારે ટંકારાથી રાજકોટ તરફ જઈ રહી હતી ત્યારે નવલકિશોર નામના ચાલકે પોતાના ટ્રક નં GJ 12 BV 4771 પરથી કાબુ ગુમાવતા ટ્રક ડિવાઈડર સાથે ટકરાઈ પલટી ખાઈ બસ સાથે અથડાયો હતો. આ ટક્કરને કારણે એસ.ટી. બસના જમણી બાજુના દરવાજા અને બારીઓના ભાગે અંદાજે 50,000 રૂપિયાથી વધુનું નુકસાન પહોંચ્યું છે, જોકે સદનસીબે બસમાં સવાર મુસાફરોનો આબાદ બચાવ થયો છે. બસના ડ્રાઈવર ઉત્તમકુમાર આહીરે આ મામલે ટંકારા પોલીસ સ્ટેશનમાં ટ્રક ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Leave A Reply

Your email address will not be published.