વાંકાનેર : વિધર્મીએ ઈન્સટાગ્રામમાં ભગવાન શ્રીકૃષ્ણ-રાધાજી વિશે અભદ્ર ટીપ્પણી કરી

 

ભગવાન શ્રીકૃષ્ણ જન્મોત્સવ નિમિતે હિંદુઓ દ્વારા ભવ્ય ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરાયું હોય ત્યારે એક વિધર્મી ઇસમેં ઈન્સટાગ્રામ આઈડીમાં ભગવાન વિશે અભદ્ર ટીપ્પણી કરતા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે

 

રાજકોટના રહેવાસી યશ જયેશભાઈ ભીમાણીએ આરોપી અનવર હુશેન જાહિદ ગાલીબ રહે ગુલશન પાર્ક ચંદ્રપુર વાંકાનેર વાળા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યું છે કે વિધર્મી ઇસમેં પોતાના annox7_ ઈન્સટાગ્રામ આઈડી માંથી ભગવાન શ્રીકૃષ્ણ-રાધાજી વિશે બીભત્સ ગાળો લખી અભદ્ર ટીપ્પણી કરી સોશ્યલ મીડિયામાં વાયરલ કરી હિંદુ સમાજની લાગણી દુભાવી ધાર્મિક આસ્થાને ઠેસ પહોંચાડી છે વાંકાનેર સીટી પોલીસે આરોપી વિરુદ્ધ ગુનો નોંધી તપાસ ચલાવી છે

Leave A Reply

Your email address will not be published.