


ગુજરાત એનર્જી ટ્રાન્સમિશન કોર્પોરેશન દ્વારા મોરબી જિલ્લાના નીચી માંડલ,જાલીડા,પંચાસર અને લાકકડધાર ખાતે ત્રણ નવા ૬૬ કે.વી.સબસ્ટેશન નિર્માણ કરાય છે જેનું આવતીકાલે રાજ્યના કેબિનેટ મંત્રી ચીમનભાઈ સાપરિયાના હસ્તે લોકાર્પણ કરવામાં આવશે.આ જાલીડા,પંચાસર અને લાક્કડધાર ખાતે ૬૬ કેવી સબસ્ટેશનનું લોકાર્પણ આવતીકાલે સવારે ૯ કલાકે વાંકાનેરના જાલીડા ખાતે થશે જયારે નીચી નીચી માંડલ ગામે લોકાર્પણ કરશે. આ તકે સાંસદ સભ્ય મોહનભાઇ કુંડારીયા સહિતના આમંત્રિત મહેમાનો હાજર રહેનાર હોવાનું અધિક્ષક ઈજનેર એન.એન.ભટ્ટની યાદીમાં જણાવાયું છે.

