


શહેરની ગુલશનપાર્ક સોસાયટીમાં આવેલ સહયોગ બેંક કમ્પાઉન્ડમાં રાખેલ બાઈક અજાણ્યો ઇસમ ચોરી કરી જતા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે
વાંકાનેરના ચંદ્રપુર ગામે રહેતા અબ્દુલ અમીભાઇ આંબલીયા (ઉ.વ.૫૯) અજાણ્યા ઇસમ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે ગત તા. ૦૯ ના સવારે ૯ : ૩૦ થી ૧૦ : ૧૫ દરમિયાન ફરિયાદીનું બાઈક જીજે ૦૩ ડીસી ૮૧૪૩ કીમત રૂ ૧૦ હજાર વાળું વાંકાનેર ગુલશન પાર્ક સોસાયટી સહયોગ બેન્કના કમ્પાઉન્ડમાં પાર્કિંગમાં રાખ્યું હતું જે બાઈક અજાણ્યો ઇસમ ચોરી કરી ગયો છે ફરિયાદી પોતાની જાતે તપાસ કરતા હતા અને મળી આવ્યું ના હોવાથી પોલીસ ફરિયાદ નોંધાવી છે વાંકાનેર સીટી પોલીસે ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે