

લીંબાળા ધાર ગામ નજીકથી પોલીસે કારમાં ઈંગ્લીશ દારૂની હેરાફેરી કરનાર ઈસમને ઝડપી લઈને દારૂની ૧૦૯ બોટલ અને ગાડી સહીત ૨.૫૮ લાખનો મુદામાલ કબજે લીધો છે
વાંકાનેર સીટી પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન લીંબાળા ધાર નેશનલ હાઈવે બાજુમાં કેનેડી કોમ્પ્લેક્ષ સામેથી વેગનઆર કાર જીજે ૩૬ એએલ ૨૫૫૪ રોકી તલાશી લીધી હતી કારમાંથી દારૂના ચપલા નંગ ૧૦૯ કીમત રૂ ૮૭૨૦ નો જથ્થો મળી આવતા દારૂ અને કાર કીમત રૂ ૨.૫૦ લાખ મળીને કુલ રૂ ૨,૫૮,૭૨૦ નો મુદામાલ જપ્ત કરી આરોપી રાજદીપસિંહ રઘુરાજસિંહ વાળા (ઉ.વ.૨૫) રહે ગારીયા તા. વાંકાનેર વાળાને ઝડપી લઈને કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે


