લગ્નના ૧૮ માં દિવસે યુવાને કર્યો આપઘાત ?

નીચી માંડલ નજીકના તલાવડી પાસેથી સળગેલી હાલતમાં મૃતદેહ મળ્યો

હળવદ ના રાતાભેર ગામેનો રહેવાસી અને સિરામિક ફેકટરીમાં મજુરી કરતો યુવાન ભલા હરખા સોલંકી ( ઉ.વ.૨૩ ) વાળાનો મુતદેહ સળગેલી હાલતમાં નીચી માંડલ ગામ પાસેથી રસિક તલાવડી પાસેથી મળી આવ્યો હતો જે બનાવની જાણ થતા આસપાસના ગામના લોકો તેમજ સિરામિક એકમના માણસોના ટોળા એકત્ર થયા હતા તેમજ તાલુકા પોલીસ ની ટીમ પણ દોડી આવી હતી અને જેમાં યુવાને ક્યાં કારણોસર આપઘાત કર્યો તે હજુ સતાવાર જાણવા મળ્યું નથી પણ યુવાન ના ગત તારીખ ૨ ના રોજ લગ્ન થયા હતા અને યુવાન ગઈકાલે સવારે નોકરી જવા નીકળ્યો હતો અને ત્યાર બાદ સાંજે ઘરે પરત ફર્યો ન હતો અને તેના પરિવાર શોધખોળ શરુ કરી હતી પણ કઈ સગડ મળ્યા ન હતા અને આજે બપોરે યુવાને મોટર સાયકલ નીચી માંડલ ગામ પાસેની રસિક ની તલાવડી પાસે મળ્યું હતું અને નજીક જ યુવાનો સળગેલો મૃતદેહ પણ જોવા મળ્યો હતો અને ત્યાં પેટ્રોલનું ડબલું પણ મળી આવતા પ્રાથમિક દ્રષ્ટ્રીએ આપઘાતનો કેસ હોવાનું તાલુકા પોલીસે જણાવ્યું હતું. તાલુકા પોલીસે આપઘાત અંગે ગુન્હો નોંધી કારણ જાણવા તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

 

Comments
Loading...
WhatsApp chat