પિતાએ શા માટે એક પુત્રની હત્યા કરી અન્યને દવા પીવડાવી, જાણો ચોકાવનારી વિગતો

એક પુત્રની હત્યા કર્યા બાદ બીજા પુત્રની હત્યાના પ્રયાસથી ચકચાર

હળવદના સુંદરીભવાની ગામના રહેવાસી મશરૂ જેઠાભાઈ કુંભાણી (ઉ.વ.૩૦) નામના કોળી યુવાનની માનસિક સ્થિતિ સારી ના હોય, પત્નીના મૃત્યુ બાદ તેના વિયોગમાં પતિ ગુમસુમ રહેતો હોય જેને શુક્રવારે રાત્રીના પોતાના નાના પુત્ર બન્નો ઉર્ફે રાહુલ મશરૂ કુંભાણી (ઉ.વ.૭) ને તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી દેતા માસૂમનું મોત નીપજ્યું હતું જયારે પત્નીના વિયોગમાં પતિ મશરૂભાઈ કોળીએ તેના મોટાપુત્ર સંજય (ઉ.વ.૮) ને દવા પીવડાવી બાદમાં પોતે દવા પી લીધી હતી એટલું જ નહિ પરંતુ પોતાની જાતે તીક્ષ્ણ હથિયારના ઘા માથામાં ઝીંકી દેતા ઈજાગ્રસ્ત પિતા પુત્રને સારવાર માટે મોરબી બાદ રાજકોટ અને અમદાવાદ ખસેડવામાં આવ્યા હતા જયારે મૃતક માસુમ બાળકના મૃતદેહને મોરબી પી.એમ.માટે ખસેડવામાં આવ્યો હતો. હત્યારા પિતાએ દવા પીધા બાદ ટ નજીકમાં રહેતા તેના ભાઈને કહ્યું હતું કે મેં દવા પી લીધી છે, તું બાને સાચવી લેજે તેમ કહીને યુવાન ઢળી પડ્યો હોવાનું પણ પોલીસના સુત્રોમાંથી જાણવા મળ્યું છે. બનાવને પગલે હળવદ પોલીસ સ્થળ પર દોડી ગઈ હતી અને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. બનાવ સંદર્ભે યુવાનના ભાભી મોંઘીબેન કોળીએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે આરોપી મશરૂ કોળીએ તેને નાના પુત્રની હત્યા નીપજાવી હોય તેમજ પોતે દવા પી મોટા પુત્રને પણ દવા પીવડાવી  હત્યાનો પ્રયાસ કર્યો હોવાની ફરિયાદ હળવદ પોલીસમાં નોંધાવી છે. હળવદ પોલીસે આરોપી પિતા વિરુદ્ધ હત્યા, હત્યાનો પ્રયાસ તેમજ આપઘાતના પ્રયાસનો ગુન્હો નોંધી વધુ તપાસ ચલાવી છે.

Comments
Loading...
WhatsApp chat