

મોરબીના રાજપર ગામની સીમમાં ગુરુકૃપા ટ્રેડીંગ કારખાનાની લેબર કોલોનીમાં બેભાન થયેલ ગયેલ યુવાનને સારવાર અર્થે ખસેડવામાં આવતા તેં મૃત્યુ નીપજ્યું હોવાની માહિતી મળી છે જે મામલે મોરબી તાલુકા પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.
મોરબીના રાજપર ગામે ગુરુકૃપા ટ્રેડીંગ કારખાનાની લેબર કોલોનીમાં રહેતા અમરનાથ સુખદેવભાઈ તાંતી ગત તા. ૧૭ અન રોજ મજુરી કામ કરતી વખતે અચાનક ઉલટી થતા પોતાના રૂમે જઈ સુઈ ગયેલ બાદમાં સવારના અરસામાં જમવા તથા મજુરી કામે જવા માટે જગડતા બેભાન હોય જેને સારવાર માટે ૧૦૮ મારફત હોસ્પિટલ ખસેડવામાં આવતા ફરજ પરના ડોકટરે તેને મૃત જાહેર કર્યો હતો જે મામલે મોરબી તાલુકા પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે