

મોરબીના ભવાનીચોક વિસ્તારમાં વિશ્વકર્મા નામના કારખાના પાસે પૈસાની લેતી દેતી મામલે યુવાનને માર મારી છરી વડે ઈજા કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરિયાદ નોંધાવી છે.
મોરબીના ગ્રીનચોક કંશારા શેરીમાં રહેતા દીપેનભાઈ અંનતરાય કરથીયા (ઉ.૪૫) એ મોરબી એ ડીવીઝન પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે તેને આરોપી કાળુભાઈ ચનીયારા સાથે વેપાર ધંધાના પૈસા લેવાના બાકી હોય જે દિનેશભાઈ આરોપી કાળુભાઈના કારખાને લેવા જતા આરોપી દિલીપભાઈ કાળુભાઈ ચનીયારા હાજર હોય તેને દીપેનભાઈએ કાળુભાઈ બાબતે પૂછતા હાજર ના હોય તેમ કહેતા દીપેનભાઈ એ કહેલ કે મારે પૈસા માટે કેટલા ધક્કા ખાવા તેમ કહેતા આરોપી દિલીપભાઈ એ ઉશ્કેરાઈ જઈ ગાળો આપવા લાગેલ તે દરમિયાન આરોપી કાળુભાઈ આવી જતા તેઓ પણ દીપેનભાઈને ગાળો આપી ઢીકા પાટુંનો માર મારી તેમજ આરોપી દિલીપભાઈ એ માથાના ભાગે છરીનો એક ધા મારી ઈજા કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરિયાદ નોંધાવી છે