માળીયામાં બાઈક ધીમે ચલાવવા બાબતે યુવાન પર છરી વડે હુમલો

માળીયા મિયાણામાં બે દિવસ પહેલા લગ્ન પ્રસંગમાં બાઈક ધીમે ચલાવવા બાબતે આપેલા ઠપકાનો ખાર રાખી એક શખ્સે યુવાન પર છરી વડે હુમલો કરી ગંભીર ઈજા પહોંચાડી હતી. પોલીસે હુમલાખોર વિરુદ્ધ ગુનો નોંધી તેને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.

માળીયાના જખરીયા પાટી વિસ્તારમાં રહેતા ૩૦ વર્ષીય ગુલામ જુનસભાઈ જેડા નામના યુવાને મયુદિન અબ્બાસ માલાણી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ મુજબ, બે દિવસ પહેલા ફરિયાદીના કાકાના દીકરાના લગ્ન હતા ત્યારે આરોપી મોટરસાઇકલ પૂરઝડપે ચલાવતો હોય, ફરિયાદીએ તેને બાઈક ધીમે ચલાવવા બાબતે ઠપકો આપ્યો હતો. આ વાતનો ખાર રાખી આરોપીએ સામાણી હોટલ પાસે ફરિયાદી સાથે ઝઘડો કર્યો હતો. ઉશ્કેરાયેલા આરોપીએ ફરિયાદીને ગાળો આપી છરી વડે હુમલો કરી વાંસાના ભાગે એક ઘા મારી ગંભીર ઈજા પહોંચાડી હતી. માળીયા પોલીસે આ મામલે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Leave A Reply

Your email address will not be published.