મોરબી-હળવદ હાઇવે પર બોલેરો ચાલકે અચાનક વાહન વાળતા બાઇક સાથે અકસ્માત: ચાલકનું મોત

મોરબી-હળવદ હાઇવે પર ઊંચી માંડલ અને નીચી માંડલ ગામ વચ્ચે બોલેરો પીકઅપ વાહનના ચાલકે ગફલતભરી રીતે વાહન વાળતા પાછળ આવી રહેલા બાઇક સવાર યુવાનનું ગંભીર ઇજાઓના કારણે કરુણ મોત નીપજ્યું છે. આ મામલે મોરબી તાલુકા પોલીસે બોલેરો ચાલક વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

હળવદના ગોલાસણ ગામે રહેતા ૪૨ વર્ષીય બાબુભાઈ કાળાભાઈ સાવડીયા પોતાનું મોટરસાઇકલ નંબર GJ-36-BA-5935 લઈને મકનસરથી પોતાના ઘરે પરત જઈ રહ્યા હતા. તે દરમિયાન હળવદ હાઇવે પર બાપાસિતારામ હોટલ પાસે પહોંચતા, આગળ જઈ રહેલા બોલેરો પીકઅપ વાહન નંબર GJ-13-AX-0784 ના ચાલક રમેશ ઈશ્વરભાઈ સુરાણીએ પાછળ જોયા વગર અચાનક જ પોતાનું વાહન વાળી દીધું હતું. આ અણધાર્યા વળાંકને કારણે બોલેરો અને બાઈક વચ્ચે અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં બાબુભાઈને માથા અને છાતીના ભાગે ગંભીર ઇજાઓ પહોંચતા તેમનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. બનાવ અંગે મૃતકના ભાઈ મેપાભાઈ સાવડીયાએ ફરિયાદ નોંધાવતા પોલીસે બોલેરો ચાલક વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે.

Leave A Reply

Your email address will not be published.