

મોરબીના નેશનલ હાઈવે જતા રોડ પરથી ચોરી કરેલ બાઈક સાથે નીકળેલા ઈસમને દબોચી લઈને એલીબી ટીમે કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે
મોરબી એલસીબી ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન સમર્પણ હોસ્પિટલથી નેશનલ હાઈવે રોડ જવાના રસ્તે આરસીસી રોડ પરથી એક ઇસમ હોન્ડા સાઈન જીજે ૦૩ એફઆર ૯૮૦૯ લઈને એક ઇસમ નીકળતા રોકીને કાગળો માંગતા ગલ્લા તલ્લા કરવા લાગ્યો હતો જેથી કડક પૂછપરછ કરતા પંદરેક દિવસ પૂર્વે સમર્પણ હોસ્પિટલ સામે પ્રમુખ સ્ટીલના ગોડાઉન સામેથી ચોરી કર્યાની કબુલાત આપી હતી જે બાઈક ચોરી મામલે બી ડીવીઝન પોલીસ મથકમાં ગુનો નોંધાયો હતો જેથી એલસીબી ટીમે આરોપી ગૌતમ મગનભાઈ બોચિયા રહે ઇન્દીરાનગર મોરબી વાળાને ઝડપી લઈને બાઈક રીકવર કરી આગળની કાર્યવાહી અર્થે બી ડીવીઝન પોલીસ મથકને સોપવામાં આવ્યો છે