મોરબીમાં પરિવારથી વિખુટી પડેલી બાળકીનું ૧૮૧ ટીમ અને ૧૧૨ ટીમે સંકલનમાં રહીને પરિવાર સાથે મિલન કરાવ્યું 

 

મોરબી જિલ્લાના કંડલા બાયપાસ પરથી એક જાગૃત નાગરિક દ્વારા ૧૮૧ નંબર પર ફોન કરી જણાવેલ કે એક બાળકી છેલ્લા ત્રણેક કલાકથી અહીંયા બેઠેલી છે અમોએ તેમની સાથે વાતચીત કરવાનો પ્રયત્ન કરેલ પરંતુ તેઓ બહુજ ડરેલી હોય અને કાંઈ જવાબ જ ન આપતી હોવાથી તમો મદદ માટે આવો.

 

૧૮૧ ટીમને ફોન મળતાની સાથે બાળકીની મદદ માટે પહોંચી પ્રોત્સાહન આપ્યું નામ ,સરનામું જાણવાના પ્રયાસ કરેલ પરંતુ તેમનુ એડ્રેસ યાદ ન હતુ તેમનું કાઉન્સેલિંગ કરતા જાણવા મળ્યું કે તેઓ રમતા રમતા ઘરે જવાનો રસ્તો ભૂલી ગયેલ હતા. ૧૮૧ ટીમ અને ૧૧૨ની ટીમ દ્વારા આજુબાજુના વિસ્તારમાં તપાસ કરેલ હોય પરંતુ બાળકીનુ ઘર મળી ન આવતા.  બાળકી નો ડર દૂર કરી સાંત્વના આપી બાળકી બીજા રાજ્યમના હોય તેવુ લાગતા એક મીલમાં તપાસ કરતા ત્યાંથી જાણવા મળ્યું કે એક બાળકીની શોધખોળ તેમના માતા-પિતા કરે છે

 

બાળકીના માતા પિતા મળતા તેમની સાથે વાત કરતા જાણવા મળ્યું કે તેઓ યુપી ના રહેવાસી હોય અને મોરબી માં મજૂરી કામ માટે આવેલા હતા.બાળકીને સુરક્ષિત તેમના માતા પિતાને સોંપી હાલના બનતા બનાવો વિશે સમજાવ્યા અને બાળકીની સંભાળ રાખવા સમજાવેલ.પોતાની બાળકી સુરક્ષિત મળી જતા ૧૮૧ ટીમ અને ૧૧૨ ની ટીમનો આભાર વ્યક્ત કર્યો. આમ ૧૮૧ ટીમ અને ૧૧૨ ની ટીમ દ્વારા બાળકીને  સુરક્ષિત તાત્કાલિક તેમના ફેમિલી સાથે મિલન કરાવી સરાહનીય કામગીરી કરી હતી.

Leave A Reply

Your email address will not be published.