મોરબીમાં છાતીમાં દુખાવા બાદ સારવાર દરમિયાન મહિલાનું મોત

મોરબીના વાવડી રોડ વિસ્તારમાં રહેતા એક વૃદ્ધ મહિલાનું છાતીમાં દુખાવો ઉપડ્યા બાદ સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું.

પ્રાપ્ત માહિતી અનુસાર મૂળ કેરાળા (હરીપર) ગામના વતની અને હાલ મોરબીના વાવડી રોડ પર આવેલી ન્યુ ગાયત્રીનગર સોસાયટીમાં રહેતા ૬૧ વર્ષીય સહનબા ગનુભા જાડેજાને ગત તા. ૧૨/૧૧/૨૦૨૬ ના રોજ અચાનક છાતીમાં દુખાવો થતાં સારવાર માટે મોરબીની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ચાલુ સારવાર દરમિયાન હૃદય અને શ્વાસોશ્વાસ બંધ પડી જવાથી તેમનું મૃત્યુ નીપજ્યું હતું. આ અંગે મોરબી સીટી એ ડીવીઝન પોલીસે આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Leave A Reply

Your email address will not be published.