પોલીસની શી ટીમ કરી છે મહિલાઓની સુરક્ષા, સીનસપાટા નાખનાર ૨૪ને પકડ્યા

 

મોરબીમાં નવલા નોરતામાં મહિલાઓની સુરક્ષા પોલીસની શી ટીમ સતત પેટ્રોલિંગ કરી રહી છે ત્યારે બીજા નોરતે બાઈક ઉપર સીન સપાટાના નાખતા ૨૪ શખ્સના વાહનો ડિટેઇન કરવાની સાથે ૩ પીધેલીયાને પકડી પાડી ૨ શખ્સને હથિયાર સાથે પકડી પાડયા હતા.

મોરબી સીટી એ ડિવિઝન પીઆઇ હકુમતસિંહ જાડેજાએ માહિતી આપતા જણાવ્યું હતું કે, નવરાત્રિપર્વ લોકો આનંદથી માણી શકે અને લુખ્ખા તત્વો લોકોની કનડગત ન કરે તે માટે શહેરમાં શી ટીમને ગરબા સ્થળે તેમજ પેટ્રોલિંગના તૈનાત કરવામાં આવી છે ત્યારે બીજા નોરતે મોરબી સીટી એ ડિવિઝન શી ટીમે શહેરમાં ઘોંઘાટ થાય તેવા મોડીફાઇડ સાઇલેન્સર ફિટ કરાવી સીન સપાટા કરનાર ૨૪ શખ્સના બાઈક ડિટેઇન કર્યા હતા. આ ઉપરાંત ત્રણ શખ્સોને નશો કરેલી હાલતમાં પકડી પાડી બે શખ્સની અંગઝડતીમાં હથિયાર મળી આવતા તમામ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી હતી.

 

Leave A Reply

Your email address will not be published.