


મોરબીના વજેપર મેઈન રોડ પર મુરધી લેવા ના જતા બે શખ્સોએ મહિલાને ગાળો આપી મહિલાના પતિને પકડી રાખી છરી ના ઘા મારી ઈજા કરી હોવાની ફરિયાદ મોરબી એ ડીવીઝન પોલીસમાં નોંધાઈ છે.
મોરબીના વજેપર મેઈન રોડ પર રહેતા સંતોષબેન સંજયભાઈ ચૌહાણ એ મોરબી એ ડીવીઝન પોલીસમાં ફરિયાદ નોંધાવી છેકે તેના પતિ આરોપી જીગલો ઉર્ફે રાજ ઉર્ફે ધુધરૂ ભીમજીભાઈ કોળી પાસે અવારનવાર મુરધી લેવા જતા હોય જે ગઈકાલે મુરધી લેવા ગયેલ ના હોય જેથી આરોપી જીગલો ઉર્ફે રાજ ભીમજીભાઈ કોળી અને હાર્દિક ઉર્ફે પ્રેમલો દીપકભાઈ ઓડ એ એકસંપ કરી સંતોષબેનના ઘર પાસે ગાળો બોલતા હોય જેથી દંપતી બહાર શેરીમાં જતા આરોપીઓએ સંજયભાઈને ગાળો આપી તું કેમ આજ મુરધી લેવા આવેલ નથી જેથી સંજયભાઈ એ આજ નહિ આવેલ હોવાનું જણાવતા બંને આરોપીઓએ ઉશ્કેરાઈ જઈ આરોપી હાર્દિક એ સંજયભાઈને પકડી રાખી આરોપી જીગલા એ છરી કાઢી સંજયભાઈને મારી દેતા ગંભીર ઈજા પહોચી હતી જે મામલે મોરબી એ ડીવીઝન પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.