



વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનના પ્રોહીબિશનના વિદેશી દારૂના ગુનામાં ૪ વર્ષથી નાસ્તા ફરતા આરોપીને રાજસ્થાનના બાડમેર જીલ્લા ખાતેથી ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
મોરબી એલસીબી ટીમ પેટ્રોલીંગમાં હોય દરમિયાન વાંકાનેર તાલુકા પોલીસ મથકના પ્રોહીબીશનના ગુનામાં ચાર વર્ષ નાસ્તો ફરતો આરોપી ઉદય ઉર્ફે ઉદારામ પુરારામ રહે-રાજસ્થાન વાળો હાલ રાજસ્થાન ખાતે તેના રહેણાંક મકાને હોવાની બાતમીના આધારે તપાસ કરતા આરોપી ઉદય તેના રહેણાંક મકાને મકાનેથી મળી આવતા ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે