ધોરણ ૧૨ કોમર્સમાં વ્રજ સાગરભાઈ વાઘેલા A1 ગ્રેડ સાથે ઉતીર્ણ

 

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા જાહેર કરવામાં આવેલ ધોરણ-12 કોમર્સના પરિણામમાં વ્રજ સાગરભાઈ વાઘેલાએ અદભૂત સિદ્ધિ હાંસલ કરી છે અને માતા પિતા નું નામ રોશન કર્યું છે.

વ્રજે કોઈપણ પ્રકારના બાહ્ય ટ્યુશન ક્લાસ વગર, માત્ર સ્વ-અભ્યાસ અને નવયુગ સ્કૂલ ના તમામ શિક્ષકોના માર્ગદર્શન થકી બોર્ડની પરીક્ષામાં 99.63 પર્સન્ટાઈલ અને ‘A1’ ગ્રેડ સાથે ઉત્તીર્ણ થઈને વર્ગ માં પ્રથમ ક્રમ પ્રાપ્ત કર્યો છે.

​કુલ 700 માંથી 654 ગુણ મેળવીને વ્રજે સાબિત કર્યું છે કે જો દ્રઢ સંકલ્પ અને સખત મહેનત હોય, તો મોંઘા ટ્યુશન ક્લાસ વગર પણ ઉચ્ચ પરિણામ મેળવી શકાય છે. તેની આ સફળતા બદલ તેના પરિવાર અને મિત્રો તરફથી અભિનંદનની વર્ષા થઈ રહી છે.

 

Leave A Reply

Your email address will not be published.