અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘ દ્વારા રવિવારે કાર્યકર્તા શિબિરનું આયોજન

સમગ્ર રાજપૂત સમાજના ઉત્કર્ષ માટે અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘ દ્વારા અનેકવિધ સમાજ ઉપયોગી કાર્યો કરવામાં આવે છે. વર્ષ દરમિયાન કરાયેલ બધા કરાયેલ બધા કાર્યોની સમીક્ષા કરવા અને નવા વર્ષના કાર્યોના આયોજન માટે દર વર્ષે પ્રદેશ કક્ષાએ અને જીલ્લા કક્ષાએ કાર્યકર્તા શિબિરનું આયોજન કરવામાં આવે છે. આ જ હેતુથી તારીખ ૧૩ સપ્ટેમ્બર અને રવિવારનાં રોજ માતૃશ્રી રામબાઈમાં મંદિર – વવાણીયા, માળિયા ખાતે મોરબી જીલ્લા કાર્યકર્તા શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં સમગ્ર રાજ્યમાંથી સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહેશે.

આ શિબિર અંતર્ગત ૧૩ તારીખે સવારે ૯ વાગ્યાથી ૯:૩૦ સુધી રજીસ્ટ્રેશન કરવામાં આવશે અને ત્યારબાદ ૧૦:૩૦ સુધી ઓપન સેસન, સ્વાગત અને પરિચય વિધિ, ૧૦:૪૦ સુધી યુવા સંઘના સમાજ ઉત્કર્ષના કાર્યોની માહિતી આપવામાં આવશે, ૧૦:૫૦ સુધી ગત વર્ષના કાર્યો અને આગામી કાર્યોની માહિતી આપવામાં આવશે, ૧૧ વાગ્યા સુધી યુવા પાંખના કાર્યો વિષે માહિતી આપવામાં આવશે, ૧૧:૧૦ સુધી મહિલા સંઘના કાર્યો વિષે માહિતી આપવામાં આવશે, ૧૧:૪૦ સુધી કાર્યકર્તા ઘડતર, નવા કાર્યકર્તાઓનું નિર્માણ અંગે ડો. જયેન્દ્રસિંહ જાડેજા માર્ગદર્શન આપશે, ૧૧:૫૦ સુધી ઈતિહાસ જ્ઞાન કસોટી – ૨૦૨૬નાં વિજેતાઓનું સન્માન કરવામાં આવશે. ૧૨:૨૦ પ્રદેશ ટીમ સાથે પ્રશ્નોત્તરી, ૧;૨૦ સુધી પ્રદેશ હોદ્દેદારોનું માર્ગદર્શન, ૧:૩૦ સુધી આભારવિધિ અને ત્યારબાદ ભોજનનું આયોજન કરવામાં આવ્યું છે. શિબિરના સ્પોન્સર સ્વ. ઉદયસિંહજી મનુભા જાડેજા પરિવાર (જયદીપ ગ્રુપ ઓફ કંપનીઝ અને આયોજકો દ્વારા મોટી સંખ્યામાં આ કાર્યક્રમનો લાભ લેવા સમાજને અનુરોધ કરવામાં આવ્યું છે.

Leave A Reply

Your email address will not be published.